- કારણ કે તેને શોધવામાં હેકર્સને 20 વર્ષ લાગી જશે, તેના માટે તેને 100 અરબ કેરેકટર્સને મેળવવા પડશે
જો તમારા ઇમેલનો પાસવર્ડ નાનો છે તો એક વખત ફરીથી વિચારી લો. ઇમેલ હેકિંગના મામલા સતત વધતા જઇ રહ્યા છે. હજુ થોડાક દિવસ પહેલાં 10 લાખથી વધુ સોની ગ્રાહકોનો ડેટા ચોરાઇ ગયો હતો. તેમાં ગ્રાહકોના સરનામાં, ફોન નંબર અને નામ સામેલ હતા. ત્યારબાદ સોનીએ તેના માટે ગ્રાહકો પાસેથી માફી માંગવી પડી હતી.
જાણકારોના મતે કોઇપણ વ્યક્તિએ પોતાના પાસવર્ડની લંબાઇ ઓછામાં ઓછી 10 કેરેકટર્સથી વધુ કરવી જોઇએ કારણ કે તેને શોધવામાં હેકર્સને 20 લર્ષ લાગી જશે. જો કે વાત એમ છે કે હેકર્સ પોતાના પાસવર્ડને જાણવા માટે તમામ કેરેકટર્સનું કોમ્બિનેશનને મેળવીને જુએ છે અને 10 કેરેકટર્સના પાસવર્ડને જાણવામાં હેકરને 20 વર્ષ લાગી જશે. તેના માટે તેને 100 અરબ કેરેકટર્સને મેળવવા પડશે. જેટલો નાનો તમારો પાસવર્ડ હશે એટલું જલદી હેકર તેને હેક કરી લેશે.
સોનીનો ડેટા ચોરી થયો તેની પાછળનું કારણ તેનો નાનો પાસવર્ડ જ હતો, જે નાનો હોવાની સાથો સાથ ઘણો સરળ પણ હતો. જાણકારોના મતે પાસવર્ડ એવો હોવો જોઇએ જે સામાન્ય બોલચાલના પ્રયોગમાં ન આવતો હોય અને કોઇ ડિક્શનરીમાં તે શબ્દ ન હોવાની સાથે પાસવર્ડ જેટલો લાંબો હોય એટલો જ સલામત રહેશે.




