બાપ રે, આ તો કૂતરો છે કે પછી કાળા રંગનો વાઘ!?


અમેરિકાના એરિઝોનામાં રહેતા ડેવ નાસરનો ડોગ જ્યોર્જ દુનિયામાં સૌથી મોટા ડોગનો રેકોર્ડ ધરાવે છે. 115 કિલો વજન ધરાવતો આ ડોગ સાત ફૂટ લાંબો અને ચાર ફૂટ ઉંચો છે.

આ અંગે તેના માલિક ડેવે કહ્યુ હતુ કે જ્યારે અમે પહેલીવાર આ ડોગને જોયો ત્યારે તો તે નાનું એવું બચ્ચું હતો અને અમે તેને ઘરે લાવ્યા ત્યારે તે અમારી સામે તાકી-તાકીને જોઈ રહેતો હતો. જોકે, એકવાર અમારી આદત પડ્યા પછી તે અમારી સાથે હળીભળી ગયો હતો.

જોકે, એ સમયે અમે ક્યારેય નહોતુ વિચાર્યું કે અમારૂં આ ક્યૂટ પપી એક દિવસ દુનિયાનો સૌથી વિશાળ ડોગ બની જશે. અમે આ ડોગને જાન્યુઆરી 2006માં અમારા ઘરે લાવ્યા હતા અને ત્યારથી લઈને અત્યારસુધી તો તે સાત ફૂટ લાંબો અને ચાર ફૂટ ઉંચાઈ ધરાવતો 115 કિલોનો ડોગ બની ગયો છે.

ડેવે જણાવ્યુ હતુ કે તેની પત્નીને પ્રાણીઓ પાળવાનો ખુબ જ શોખ છે. અગાઉ તેની પાસે એક પાલતુ ઘોડો પણ હતો અને તે ડોગ પાળવા પણ પ્લાન કરી રહી હતી. જોકે, બંનેની નોકરીઓ ખાસ્સી વ્યસ્ત હોવાના કારણે તેમને ડોગ પાળવાનું નક્કી કરવામાં ખાસ્સો સમય લાગ્યો હતો અને છેલ્લે તેમણે જે ડોગ પાળ્યો તે એક સમયે નાનું એવું પપી હતો અને હાલમાં સૌથી વિશાળ ડોગનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.



24ajabgajab