જો ગૂગલ પર કોઈ જાણકારી આપ શોધીને ખૂશ થતા હોવ તો આપ જરાં એ ખૂશીમાંથી થોડા બહાર આવી જજો કારણકે સંશોધનકર્તાઓનું કહેવું છે કે ઈન્ટરનેટ સર્ચ એન્જિનથી લોકોની યાદશક્તિ નબળી થઈ જાય છે.
કોલંબિયા યૂનિવર્સિટીના શોધકર્તાઓએ તેમના એક રિસર્ચમાં જણાવ્યું છે કે, કોમ્પ્યુટર પર નરર્ભર લોકોનું મગજ સંકુચિત થઈ રહ્યું છે.
ગૂગલ ઈફેક્ટ પણ આ વાત બહાર આવી હતી કે જો લોકોને માલુમ હોય કે તેમના દરેક પ્રશ્નનો સાચે સાચો જવાબ અહીં મળી જશે તો તેમની યાદશક્તિ કમજોર થઈ જ જાય છે. કારણ કે તેઓ તેમના દિમાગને જરાં પણ જોર આપતા નથી. જેને કારણે આપણું મગજ ધીરે ધીરે નિષ્ક્રિય થાય છે.
રિસર્ચના નેતૃત્વ કરનારા પ્રોફેસર બેટ્સી સ્પેરોએ જણાવ્યું હતું કે આ પ્રકારના વેબ ટૂલ્સ સૂચનાને ભૂલવા સરળ બનાવે છે. આપણી યાદ શક્તિ પર પણ તેની ખાસી અસર પડે છે.




