લ્યો! હવે પુરૂષોને સેક્સ દરમિયાન નહીં વાપરવું પડે કોન્ડોમ


તો ટુંક સમયાં જ બજારમાં ઉપ્લ્બધ થઈ જશે

વૈજ્ઞાનિકો પુરૂષો માટે એક એવી ગર્ભનિરોધક ગોળીનો વિકાસ કરવા જઈ રહ્યાં છે જેનો કોઈ નકારાત્મક પ્રભાવ નહીં પળે અને તેનો ગર્ભનિરોધક તરીકે ઉપયોગ સામાન્ય બની જશે.

જેથી પુરૂષોને હવે સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાથી મુક્તિ મળી જશે.

આ ગોળીમાં સ્ટેરોઈડ નહીં હોય. કોલમ્બિયાની યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિક આવી દવા ઈજાત કરવામાં મંડી પડ્યાં છે.

જેના સેવનથી વિર્યનું નિર્માણ થોડા સમય માટે અટકી જાય છે અને તે બંધ કરવાથી તેનું નિર્માણ પાછુ પહેલાંની જેમ શરૂ થઈ જાય છે.

જેનેટિક્સ ઓબ્સેટ્રિક તથા ગાયનેકોલોજિસ્ટના પ્રોફેસર વૈજ્ઞાનિક ડેબ્રા જે. વોલ્ગેમુથે આ દવાનો પ્રયોગ હાલમાં ઉંદરો પર કર્યો છે અને તેનો કોઈ જ નકારાત્મક પ્રભાવ પડ્યો નથી.

તેથી ટુંક સમયમાં જ તેનું પરિક્ષણ થશે અને જો દવા બધા જ પરિક્ષણમાંથી સફળતા પૂર્વક પાસ થઈ જશે તો તે બજારમાં ઉપલ્બ્ધ પણ થઈ જશે.

24ajabgajab