પાંચ મિનિટમાં ડ્રાઇવર્સ ઇન્સ્ટોલેશન


નકમ્પ્યુટરને ફોર્મેટ કરવામાં આવે અથવા હાર્ડવેરને રિમૂવ કરીને ફરી એટેચ કરવામાં આવે ત્યારે ડ્રાઈવર અનઇન્સ્ટોલ થઈ જાય છે. તેથી ફરીથી ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવાની કવાયત હાથ ધરવી પડે છે. વારાફરથી ડ્રાઈવરનું ઇન્સ્ટોલેશન કરવાની લાંબી અને કંટાળાજનક પ્રક્રિયામાં છૂટકારો મેળવવો હોય તો તમે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ ડ્રાઈવર્સનો બેકઅપ લઈ શકો છો અને તેનો ઉપયોગ કરી ડ્રાઈવર પ્રોબ્લેમને ટ્રબલશૂટ કરી શકો છો. જેને કારણે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા માટે હવે તમારે ડ્રાઈવર્સ સીડી કે ઇન્ટરનેટમાં સર્ચ કરવાની જરૂર નથીમાત્ર ડ્રાઈવર બેકઅપને ઈમ્પોર્ટ કરો અને પાંચ જ મિનિટમાં ડ્રાઈવર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો.
ડ્રાઈવરમેક્સ નામના એક સામાન્ય ટૂલનો ઉપયોગ કરીને તમે ડ્રાઈવર્સનો બેકઅપ લઈ શકો છો અને તેનો ઉપયોગ આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ. વિન્ડોઝ એક્સપી અને વિન્ડોઝ વિસ્ટા માટે તમે તેને ઇન્ટરનેટ પરથી ફ્રી ડાઉનલોડ કરી શકો છો. તેની લિન્ક છે-http://www.drivermax.com/ આ ટૂલનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ્સને અનુસરો.
સ્ટેપ-૧: ડ્રાઈવરમેક્સનું ઇન્સ્ટોલેશન કર્યા પછી તમને સૌથી પહેલા DriverMax - Versionટાઈટલવાળી સ્ક્રીન જોવા મળશે જેમાં તમને Export drivers, Import drivers અને Installeddrivers report ઓપ્શન જોવા મળશે. બેકઅપ પ્રોસેસને શરૂ કરવા માટે  Export Driver પર ક્લિક કરો.
સ્ટેપ-૨: વેલકમ સ્ક્રીન આવ્યા પછીસિસ્ટમ ઇન્સ્ટોલ ડ્રાઈવરનું લિસ્ટ થોડી જ વારમાં તૈયાર કરશે અને પછી તમે બધા જ ઇન્સ્ટોલ ડ્રાઈવરનું લિસ્ટ જોઈ શકશો. અહીં તમે કોઈ ચોક્કસ ડિવાઈસ ડ્રાઈવરને સિલેક્ટ કરી શકો છો અથવા Select all બટન પર ક્લિક કરીને તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ બધાં જ ડિવાઈસના ડ્રાઈવરનો બેકઅપ લઈ શકો છો.
સ્ટેપ-૩: નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને હવે જે સ્ક્રીન આવે તેમાં તમે એક્સપોર્ટ ટાઈપ સિલેક્ટ કરી શકો છો. (સિમ્પલ બેકઅપ અથવા ઝીપ ફોર્મેટ પસંદ કરી શકો છો) આટલું કર્યા પછી બેકઅપ લોકેશન પસંદ કરો. બેકઅપ માટે સી ડ્રાઈવ સિવાયની ડ્રાઈવ પસંદ કરવી.
સ્ટેપ-૪: ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરો. સિસ્ટમ સિલેક્ટેડ ડ્રાઈવર્સને એક્સપોર્ટ પૂર્ણ કરવા માટે થોડો સમય લેશે.
સ્ટેપ-૫: બેકઅપ ફાઇલ જોવા પર ક્લિક કરો અથવા બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. હવે ડ્રાઈવર બેકઅપને રિસ્ટોર કરવા અથવા બીજા કમ્પ્યુટરમાં મૂવ કરવા માટે તમે બેકઅપ ફાઈલ (ઈમ્પોર્ટ ઓપ્શનનો ઉપયોગ કરી)નો ઉપયોગ કરી શકો છો. 

24ajabgajab