ફાઈલ ડીલીટ નથી થતી?


ઘણી વાર આપણે કોઈ પ્રોગ્રામ ફાઈલ કે અન્ય એપ્લિકેશન ફાઈલને ડીલીટ કરીએ તો તે ડીલીટ થતી નથી અને જ્યારે જ્યારે તમે તેને રિમૂવ એટલે કે ડીલીટ કરવાનો પ્રયત્ન કરો ત્યારે“access denied”નો એરર મેસેજ આવશે. જેમાં લખ્યું હશે કે ફાઈલ ઉપયોગમાં છે. આ સિવાય તમનેCannot delete fileનો બીજો એરર મેસેજ જોવા મળી શકે છે. જેમાં જણાવ્યું હશે કે સોર્સ અને ડેસ્ટિનેશન ફાઈલ ઉપયોગમાં છે. ફાઈલનો અન્ય પ્રોગ્રામ કે યુઝર ઉપયોગ કરે છે. ખાતરી કરો કે ડિસ્ક ફુલ અથવા રાઈટ-પ્રોટેક્ટેડ અને ફાઈલ કરન્ટલી (અત્યારે) ઉપયોગમાં તો નથી ને!
આ પ્રકારની ઉપયોગી ન હોય તેવી ફાઈલને ડીલીટ કેવી રીતે કરવીવિન્ડોઝ એક્સપીમાં ડીલીટ ન થતી હોય તેવી ફાઈલને રિમૂવ કરવા માટે કપલ મેથડ એટલે કે બે રીતોનો એક સાથે ઉપયોગ કરવામાં આવે છે. નીક્લના સ્ટેપને અનુસરીને તમે ફાઈલને ડીલીટ કરી શકો છો.
સ્ટેપ-૧: સૌ પ્રથમ ફાઈલનો પાથ જાણવો જરૂરી છે તેના માટે સ્ટાર્ટ પર ક્લિક કરી સર્ચ ઓપ્શનમાં ઓલ ફાઈલ એન્ડ ફોલ્ડર પર ક્લિક કરો. ત્યાં બોક્ષમાં ફાઈલનું નામ ટાઈપ કરીને સર્ચ પર ક્લિક કરો. ફાઈલ મળી ગયા પછી તેના પર માઉસની રાઈટ ક્લિક કરીને તેની પ્રોપર્ટીને સિલેક્ટ કરો. આ ફાઈલનું લોકેશન લગભગ નીચે પ્રમાણેનું હોઈ શકે છે.
ઉદાહરણઃ c:\windows\system32\undeleteablefilesname.exe પાથને કોપી કરીને સર્ચ બોક્ષને ક્લોઝ કરો.
સ્ટેપ-૨: સ્ટાર્ટ પર ક્લિક કરીનેપછી રન પર ક્લિક કરો. તેમાં ઝ્રસ્ડ્ઢ ટાઈપ કરીને એન્ટર આપો. આમ કરવાથી કમાન્ડ પ્રોમ્પ્ટ (ડોસ)વિન્ડો ઓપન થશે.
સ્ટેપ-૩: કમાન્ડ પ્રોમ્પ્ટ વિન્ડોને ઓપન જ રહેવા દોપરંતુ અન્ય પ્રોગ્રામ કે ફાઈલને ક્લોઝ કરી દો.
સ્ટેપ-૪: સ્ટાર્ટ પર ક્લિક કરીને રનમાં જાઓ ત્યાં TASKMGR.EXE ટાઈપ કરીને એન્ટર આપો. આમ કરવાથી ટાસ્ક મેનેજર ઓપન થશે.
સ્ટેપ-૫: Processes ટેબ પર ક્લિક કરોહવે પ્રોસેસ નેમ Explorer.exe પર ક્લિક કરો. પછી એન્ડ પ્રોસેસ પર ક્લિક કરો.
સ્ટેપ-૬: ટાસ્ક મેનેજરને મીનીમાઈઝ કરી દોપરંતુ ઓપન રહેવા દેવું.
સ્ટેપ-૭: હવે ફરી પાછા કમાન્ડ પ્રોમ્પ્ટ વિન્ડોમાં જાઓ અને જ્યાં ફાઈલ પડી છે ત્યાં ડિરેક્ટરી ચેન્જ કરો. આમ કરવા માટે CD કમાન્ડનો ઉપયોગ કરો.
ઉદાહરણઃ Windows\System૩૨ ડિરેક્ટરીમાં ચેન્જ (ફેરફાર) કરવા માટે નીચે પ્રમાણેના કમાન્ડનો ઉપયોગ કરીને એન્ટર આપો.
cd \windows\system32
સ્ટેપ-૮: આટલું કર્યાં પછી DEL કમાન્ડનો ઉપયોગ કરીને ફાઈલને ડીલીટ કરો. તેના માટે કમાન્ડ પ્રોમ્પ્ટમાં DEL <filename> ટાઈપ કરો. ઉદાહરણ તરીકે DEL undeletable.exe
સ્ટેપ-૯: હવે ઓલ્ટર અને ટેબ દબાવીને ટાસ્ક મેનેજરમાં પાછા જાઓ. ટાસ્ક મેનેજરમાં ફાઈલ,ન્યૂ ટાસ્ક પર ક્લિક કરો. તેમાં EXPLORER.EXE એન્ટર કરો અને ટાસ્ક મેનેજર તથા કમાન્ડ પ્રોમ્પ્ટને ક્લોઝ કરો. તમારી સમસ્યાનું સમાધાન થઈ ગયું હશે.

24ajabgajab