સર્ચ એન્જિન ગૂગલ અને ચીન આવ્યા આમને સામને!



ચીન પર જી-મેલ એકાઉન્ટ હેકિંગનો આરોપ લગાવનાર ગૂગલને ચીન સરકારે આડે હાથે લીધી છે. આજે ચીનના સત્તાવાર સમાચાર પત્રે ગૂગલને ચેતવણી આપી છે કે જો હવે ચીન પર જી-મેલ હેકિંગના આરોપ લગાવવામાં આવશે તો ગૂગલે તેની આકરી કિંમત ચૂકવવી પડશે.

-ચીન પર જી-મેલ એકાઉન્ટ હેકિંગનો આરોપ લગાવનાર ગૂગલને ચીન સરકારે આડે હાથે લીધી
-ઇન્ટરનેટ સિક્યુરિટીના મામલે અમેરિકા અને ચીનની વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતીનું નિર્માણ

ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના અગ્રણી અખબાર પીપલ ડેઇલીમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ સિક્યુરિટીના મામલે અમેરિકા અને ચીનની વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતીનું નિર્માણ થઇ શકે છે.

ગત અઠવાડિયે ગૂગલે જણાવ્યું હતું કે ચીનમાં લોકોના પાસવર્ડની ચોરી કરીને હજોરો લોકોના જી-મેઇલ એકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યા છે. જી-મેઇલ એકાઉન્ટ હેક થનારા લોકોમાં અમેરિકન સરકારના અધિકારીએ, ચીનના માનવ અધિકારના કાર્યકર્તાઓ અને પત્રકારોના મોટા પ્રમાણમાં એકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યા છે.

જોકે ગૂગલના આ આરોપોને ચીનની વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે. ઉપરાંત વિદેશ મંત્રાલયે ગૂગલને ધમકી આપતાં જણાવ્યું છે કે જો ગૂગલ તેની ગંદી રાજકીય રમત બંધ નહીં કરે તો તેને તેની આકરી કિંમત ચૂકવવી પડશે.

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એમ કહીને કે ચીનમાં માનવ અધિકાર કાર્યકર્તાઓના એકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યા છે તેના કારણે ગૂગલ દુનિયામાં ચીન અંગે નકારાત્મક પ્રચાર કરી છે. એટલુ જ નહીં ગૂગલ આ એકાઉન્ટના હેકિંગ માટે ચીનની સરકાર જવાબદાર છે તેવો વ્યાપક પ્રચાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગૂગલે તાજેતરમાં ચીન ઉપર લગાવેલા હેકિંગના આરોપો ચીન અને અમેરિકાની સબંધોમાં તનાવ પેદા કરી શકે છે. ગત વર્ષે પણ ઓબામા પ્રશાસને ચીનમાં ગૂગલની સેવા બંધ કરવાની વાતને ખૂબ ગંભીરતાથી લીધી હતી. આ વિવાદ બાદ ગૂગલને ચીનમાંથી બહાર ખદેડી દેવામાં આવ્યું હતું.

આ અંગે અમેરિકાના સુરક્ષા સચિવ રોબર્ટ ગેટ્સ ચેતવણી આપી હતી કે વોશિંગ્ટન તેની પર કરવામાં આવેલા સાઇબર હુમલાને યુદ્ધ જેટલી જ ગંભીરતા લેવા માટે સૈન્યનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું હતું.

24ajabgajab