પ્રેમની આ અનોખી તસવીરને શબ્દોની જરૂર ખરી?

આ બંનેના પ્રેમને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે

આ ચિમ્પાન્જી માની જેમ એક વાઘના બચ્ચાને બોટલમાં દૂધ પીવડાવી રહ્યો છે


માણસ જ નહીં જાનવરોમાં પણ અંદરોઅંદર ખૂબ પ્રેમ હોય છે. બેંકોકના એક ઝૂમાં એક ચિમ્પાન્જી પ્રેમ અને માતૃત્વનું આવુ અનોખુ ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યો છે. સામુત પ્રકાન ઝૂનો આ ચિમ્પાન્જી માની જેમ એક વાઘના બચ્ચાને બોટલમાં દૂધ પીવડાવી રહ્યો છે.

ચિમ્પાન્જી આ નાનકડા બચ્ચાનું ખૂબ ધ્યાન રાખે છે, તે તેને પોતાના ખોળામાં બેસાડીને જ દૂધ પીવડાવે છે. આ બંનેનો પરસ્પર પ્રેમ જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે.

24ajabgajab