આખો દિવસ ફેસબુક પર મિત્રો જોડે પસાર કરનારાઓ માટે એક ખુશખબર છે, હવે ફેસબુક આવતીકાલ શુક્રવારથી એમની વેબસાઇટ પર જુદીજુદી ગેમ્સ અને એપ્લિકેશનસનો ઉપયોગ કરનારા લોકોને ક્રેડિટ્સ આપશે અને આ ક્રેડિટ્સ દ્રારા યુઝર્સને વાસ્તવિક કિંમત મળશે.
હાલમાં ફેસબુક યુએસ ઉપરાંત ઘણા દેશોમાં આ પ્રકારની ગેમો રમનાર ઉત્સાહીઓને વાસ્તવિક નાણાં ચુકવી રહી છે.
આ અંગે અધિકૃત અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે, "આવતીકાલ 1લી જુલાઇથી દેશમાં ફેસબુક એમના યુઝર્સ માટે નવી પેમેંટ્ સિસ્ટમ રજુ કરી રહી છે, જેને ફેસબુક ક્રેડિટ કહે છે."
આ સોશિઅલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક ક્રેડિટ સિસ્ટમથી ભારતના 2.5 કરોડ સબ્સ્ક્રાઇબર્સને ફાયદો થશે. આ સિસ્ટમથી યુઝર્સ ખુબજ સહેલાઇથી પેમેંટ અંગેની માહિતીથી વાકેફ રહેશે અને આ સાથે જ ફેસબુક પરની વિવિધ ગેમ્સ અને એપ્લિકેશનસનો સુરક્ષાથી ઉપયોગ કરી શક્શે અને ખરીદી શકશે તેમજ કમાણી પણ કરી કરશે.
ફેસબુકના ઓફિસિયલ બ્લોગ પર કમ્પનીના પ્લેટફોર્મ માર્કેટિંગ મેનેજર ડેબ લ્યૂએ ગત જાન્યુઆરી મહિનામાં લખ્યું હતું કે, ''પહેલી જુલાઇ થી અમારે ઘણા બધા સોસિયલ ગેમ ડેવલેપર્સની જરૂર પડશે", આ પ્રકારનો પ્રચાર એમણે ફેસબુકના બ્લોગ પર કર્યો હતો.
લ્યુએ વધુમાં કહ્યું હતું કે, "હાલમાં ફેસબુક 150 ડેવલેપર્સ દ્રારા તૈયાર થયેલી 350થી વધુ એપ્લિકેશનસનો ઉપયોગ કરી રહી છે અને એમના પર ક્રેડિટ પણ આપી રહી છે, જે દેખાડે છે ફેસબુક પરનું 70 ટકાથી વધુ વાસ્તવિક ગુડ્સનું ટ્રાંસિક્શન વોલ્યુમ".
આ પ્રકારની પ્રોડ્ક્ટ ફિચર્સ, ફેસબુક પર પ્રિમિયમ પ્રમોશન, નવી કો-પ્રોમોશન તક્નો ઉપયોગ તેમજ એડ્સ માટે પ્રિમિયમ ટાર્ગેટિંગનો વહેલામાં વહેલા ઉપયોગ કરનારાઓને ફેસબુક ક્રેડિટની સાથે ઇન્સેન્ટિવસની પણ ઓફર કરવાની છે.
ઇન-ગેમ વાસ્તવિક ગુડ્સ માટે ઘણા ડેવલપર્સ જેવા કે Zynga, Playfish, CrowdStar, Digital Chocolate, PopCap અને Arkadium અગાઉથી જ ફેસબુક ક્રેડિટ અડૉપ્ટેડ છે.



