અભ્યાસ અનુસાર ૬૧ ટકા વાલીઓને ઈન્ટરનેટના સકારાત્મક વાતો પર વિશ્વાસ નથી
તમે તમારાં બાળકોની ઈન્ટરનેટ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સની આદતથી ચિંતિત છો? આવી ચિંતા કરનારા આપ એકલા નથી એવું સંશોધકોનું કહેવું છે.બ્રિટિશ અભ્યાસ અનુસાર દેશના દર ત્રીજા વાલીનું માનવું છે કે તેમનાં બાળકો માટે ઈન્ટરનેટ ખતરનાક છે. જ્યારે ૮૦ ટકા લોકોનું માનવું છે કે તેમનાં બાળકોને ફેસબુક અને ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટની આદત પડી ગઈ છે.
ઈન્ટરનેટ ચેરિટી ધ નોમિનેટ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે દર ત્રીજા વાલીનું માનવું છે કે ઈન્ટરનેટ વ્યક્તિના મગજને બગાડે છે, એમ ડેઈલી ટેલગિ્રાફના અહેવાલમાં જણાવાયું હતું.
જો કે ધ નોમિનેટ ટ્રસ્ટે કહ્યું હતું કે સોશિયલ નેટવર્કસ હાનિકારક હોવાના કોઈ પુરાવા નથી અને વેબ મગજ બદલી નાખે છે એવું કોઈ આંકડાકીય સમર્થન નથી. તેમણે સૂચવ્યું હતું કે ફેસબુક અને ટ્વીટર સામાન્ય રીતે મિત્રતા વધારવામાં મદદરૂપ થાય છે, જ્યારે વીડિયો ગેમ્સથી પણ તાલમેલ સાધવાની શક્તિમાં સુધારો થાય છે તથા દેખાતી વસ્તુઓ સાથે કામ પાર પાડવાની શક્તિઓ પણ ખીલે છે.
બ્રોનેસ સુસાન ગ્રીન ફિલ્ડ જેવા ટીકાકારોએ ભૂતકાળમાં ભારે પરીક્ષણો દ્વારા બાળકો પર ઈન્ટરનેટના વધતા પ્રભાવ અંગે જણાવ્યું હતું પરંતુ તેની નુકસાનકારક આડઅસરોના કોઈ પણ અભ્યાસમાં પુરાવા મળ્યા નથી. વિશ્વભરમાં ઈન્ટરનેટની ટેવ ધરાવનારાઓની સારવાર માટે પણ બની બેઠેલા માર્ગદર્શકો ફૂટી નીકળ્યા છે.નોમિનેટ ટ્રસ્ટના ડિરેક્ટર અનીકા સ્મોલે કહ્યું હતું કે, ‘ટ્રસ્ટનું માનવું છે કે ઈન્ટરનેટ સામાજિક સેતુનું એક માધ્યમ છે. ઈન્ટરનેટથી ડરનારા તેના અત્યંત જરૂરી લાભને જાણતા નથી.’
તેમણે ઉમેર્યું હતું, ‘માત્ર વાલીઓના જ અભિપ્રાયોને ધ્યાનમાં લીધા વગર યુવાનોના મગજ, વર્તણૂંક અને અભિગમ પર માહિતી આદાન-પ્રદાનની આધુનિક ટેક્નોલોજીની અસર અને સચોટ અભ્યાસ પર નીતિ ઘડનારાઓ ચર્ચા કરે એ હું જોવા માગું છું.’અભ્યાસમાં એમ પણ જોવાયું છે કે ૬૧ ટકા વાલીઓને ઈન્ટરનેટની સકારાત્મક વાતો પર વિશ્વાસ નથી, તેઓ માને છે કે આવી સ્ટોરી રસ ધરાવતી પાર્ટીઓના ફંડ દ્વારા રજુ કરાય છે.