આવુ તે કેવું સોફ્ટવેર શોધ્યું, હવે કોઈપણ જોઈ શકશે પોર્ન સાઈટ

-આ સોફ્ટવેરની મદદથી ફિલ્ટરની અસર દૂર કરી યુ-ટ્યૂબ સહિત અન્ય કોઈપણ પ્રતિબંધિત સાઈટ જોઈ શકાશે
વૈજ્ઞાનિકોએ હવે નવું ડેટા સ્મગલિંગ સોફ્ટવેર વિકસાવ્યું છે જેની મદદથી ચીન જેવા દેશોમાં કોઈપણ વ્યક્તિ પ્રતિબંધિત વેબસાઈટ પણ જોઈ શકશે.
ટેલેક્સ નામનું આ સોફ્ટવેર જાણીતી એનક્રિપ્શન ટેક્નોલોજીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે જે પ્રતિબંધિત વેબસાઈટ પરના ડેટાને છુપાવી તેને સફિઁગ કરવા માટે સુરક્ષિત બનાવી દે છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે હાલમાં આ સોફ્ટવેર પ્રાયોગિક ધોરણે તૈયાર કરવામાં આવ્યું પરંતુ હાલના પરીક્ષણમાં પણ ચીનમાં બ્લોક કરવામાં આવેલી વેબસાઈટ્સ તેમાં જોઈ શકાય છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે હાલમાં આ સોફ્ટવેર પ્રાયોગિક ધોરણે તૈયાર કરવામાં આવ્યું પરંતુ હાલના પરીક્ષણમાં પણ ચીનમાં બ્લોક કરવામાં આવેલી વેબસાઈટ્સ તેમાં જોઈ શકાય છે.
આ સોફ્ટવેર તૈયાર કરનાર ટીમના ડૉ. એલેકસ હેલ્ડર્મેને જણાવ્યું હતું કે ટેલેકસની મદદથી ચીની સરકાર દ્વારા મૂકેલા ફિલ્ટરની અસર દૂર કરીને યુ-ટ્યૂબ સહિતની અન્ય પ્રતિબંધિત વેબસાઈટ પણ ખૂબ સરળતાથી જોઈ શકાય છે.આ સોફ્ટવેર એવી સમસ્યાઓ સુધી પહોંચવા માટે તૈયાર કરવામાં આવ્યું છે જે અન્ય સેન્સર વિરોધી ટેક્નોલોજીઓને વધુ અસરકારક બનતી અટકાવે છે.
હાલની ઘણી સેન્સર વિરોધી ટેક્નોલોજીમાં દેશ બહારના નેટવર્ક કે સર્વર સાથે યૂઝરને જોડ઼વામાં આવે છે. એલેકસે જણાવ્યું હતું કે આ વાતને ધ્યાનમાં રાખીને આ સોફ્ટવેરમાં યૂઝરને નેટવર્ક બહારના સર્વર સાથે જોડવાના બદલે અમે નેટવર્કના પાયામાં જ કામ કરીને વેબ સેન્સરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે








