ગૂગલનો ગિટાર કેટલીયે કંપનીઓને બેસૂરો કેમ લાગ્યો?

હજુ તો ગયા અઠવાડિયે ગૂગલની ક્રિએટિવિટી પર સમરકંદ બુખારા ઓવારી ગયેલા લોકોની વાત કરી ત્યાં જ ગૂગલે ચંદ્રગ્રહણનું એવું જ ચડિયાતું ‘ડૂડલ’ બનાવીને ફરીથી સાબિત કરી આપ્યું કે શા માટે ગૂગલ નંબર વન છે! બન્યું એવું કે બે અઠવાડિયા પહેલાં અમેરિકન લેજન્ડરી ગિટારસ્ટિ લેસ પૌલની જન્મ જયંતી પર પોતાના લોગો પર રીતસર વગાડી શકાય એવું ગિટાર મૂકર્યું.

એટલું જ નહીં એ ઓનલાઇન ગિટારવાદનને રેકોર્ડ કરવાની સ્વિચ પણ તેમાં મૂકી. આખા વેબ વર્લ્ડમાં એ દિવસે ગૂગલનું ગિટાર વગાડવાનું ઘેલું ઉપડ્યું હતું. પરંતુ ગયા શુક્રવારે સમાચાર આવ્યા કે ગૂગલનું એ ગિટારવાદન વિશ્વની વિવિધ કંપનીઓને બારેક અબજ રૂપિયામાં પડ્યું છે! ગૂગલે સાડા છ લાખ રૂપિયા ખર્ચીને માઉસ અને કી બોર્ડથી વગાડી શકાય તેવું એ ગિટાર તૈયાર કરાવડાવ્યું હતું,

પરંતુ થયું એવું કે લોકો પોતાના કામધંધા પડતા મૂકીને એ ગિટાર વગાડવામાં લાગી ગયા હતા અને એ રીતે ૧૦.૭૦ કરોડ માનવકલાકોનો બગાડ થયો, એવાં તારણો બહાર આવ્યાં! હવે આ પછી કંપનીઓમાં ફેસબૂક ટ્વિટર જેવી ટાઇમબગાડુ સાઇટ્સની સાથોસાથ ગૂગલ પણ બ્લોક થઇ જાય તો નવાઇ નહીં!‘

24ajabgajab