4.75 લાખની સુપરબાઇક ભારતમાં!

પુણા સ્થિત ગરવારે મોટર્સે કોરિયન કંપની એસએન્ડટી મોટર્સ સાથે મળીને હ્યોસંગ સુપર બાઇક્સને ભારતમાં લૉન્ચ કરી છે.

કંપનીએ જીટીઆર 650 આર (સ્પોર્ટ્સ બાઇક)ને 4.75 લાખ રૂપિયા અને એસટી-7 (ક્રૂઝર બાઇક)ને 5.69 લાખ રૂપિયામાં લૉન્ચ કરી છે.

આ બાઇક્સની ડિલીવરી જૂન મહીનાના મધ્યથી શરૂ કરી દેવામાં આવશે. જીટીઆર 650 આર 650 સીસીની એન્જીન ક્ષમતાથી સજ્જ થે ત્યાંજ એસટી 770 સીસીની એન્જીન ક્ષમતાથી સજ્જ છે.

આ અવસરે ગરવારે મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર દીયા ગરવારેએ કહ્યું કે "કંપની અત્યારે પુના, મુંબઈ, દિલ્હી-એનસીઆર, બેંગ્લોર અને ગોવામાં પોતાની ડીલરશિપ કરી રહીં છે."

કંપની આ વર્ષના અંત સુધીમાં ચંદીગઢ, લુધિયાણા સહીંત ભારત ભરમાં કુલ 15 ડીલરશિપ ખોલશે. તેઓએ જણાવ્યુ કે વર્ષ 2012 સુધીમાં કંપની દહેરાદૂન વગેરે શહેરોમા પોતાની ડીલરશિપ ખોલવા ઉપર વિચાર કરી રહીં છે.

કંપનીને વર્ષ 2011માં 2,000 બાઇક્સ વેચાવાનું અનુમાન છે. ગરવારેએ કહ્યું કે 650-700 સીસીની શ્રેણીમાં ભારતમાં સુપર બાઇક હજુ સુધી હયાત નથી.

24ajabgajab